GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા પોલીસે બે ઇસમોની પાસા તળે અટક કરી જેલ હવાલે કર્યા

MORBI:મોરબી જીલ્લા પોલીસે બે ઇસમોની પાસા તળે અટક કરી જેલ હવાલે કર્યા

 

 

મોરબી જીલ્લા પોલીસે પ્રોહીબીશન તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ સામે કડક કાર્યવાહી સબબ બંને આરોપીઓની પાસા તળે ડિટેઇન કરી સુરત તથા વડોદરા જેલ હવાલે કર્યા છે.

Oplus_131072

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તેમજ માથાભારે ઇસમો સામે કડક કાર્યવાહીને લઈને મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવ્યું હતું, જે અંતર્ગત બે આરોપી વિશાલભાઇ વેલજીભાઇ રબારી રહે.શકત શનાળા ઉવ.૨૪ જે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરીરસબંધી ગુનામાં સંડોવાયેલ હતો, જ્યારે આરોપી જુબેરભાઇ બસ્સીરભાઇ સમા ઉવ.૨૫ રહે. રાજકોટ આજી ડેમ ચોકડી અનમોલ પાર્કવાળો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ હતો તે બંનેના પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જેથી મોરબી જીલ્લા પોલીસે અલગ અલગ ટીમ બનાવી બંને આરોપીઓની પાસા તળે અટકાયત કરી આરોપીઓને સુરત અને વડોદરા ખાતે જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!