MORBI:મોરબી કરુણા ફાઉન્ડેશન ઓફ PLHIV લાભાર્થીઓને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રાશન કીટ, ચિકી,ફરસાણ તથા ફૂટવિતરણ કરાયું

MORBI:મોરબી કરુણા ફાઉન્ડેશન ઓફ PLHIV લાભાર્થીઓને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રાશન કીટ, ચિકી,ફરસાણ તથા ફૂટવિતરણ કરાયું
મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ. એચ. આઈ. વી. એઈડ્સ દ્વારા PLHIV લાભાર્થીઓ આગામી મકરસંક્રાંતિ સારી રીતે ઉજવી શકે તે માટે ખાસ રાશન કીટ, ચિકી,ફરસાણ તથા ફૂટવિતરણ કરાયું
મોરબી જિલ્લામાં અધિકારી ડૉ. યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ જિલ્લા મોરબી સિવિલ હોસ્પિટલ એ. આર. ટી. સેન્ટ પર ચાલુ સારવાર હોય તેવા સગર્ભા બહનો તથા ગંગાસ્વરૂપ બહેનોને પોષણ યુક્ત આહાર માટેની રાશન કીટ તથા બાળકો માટે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તેરાશન કીટ,ચિકી,ફરસાણતથા ફૂટ વિતરણ કરવામાં આવેલકરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ .એચ.આઈ. વી એઈડ્સ મોરબી કે જે તહેવાર નિમિત્તે રાશન કીટનું વિતરણ કરે છે તથા PLHIV દર્દીઓના ફોલોઅપ માટે કામ કરી રહ્યા છે ત્યારે આજે કરુણા ફાઉન્ડેશન દ્વારા સિરામિક પરિવાર તેમજ લોકલ દાતા દ્વારા દાન મેળવી દર્દીઓના સારા ન્યુટ્રિશયન માટે રાશન કીટ અપાવેલ છે.
આ કાર્યક્રમ માં કરુણા ફાઉન્ડેશન ના પ્રમુખશ્રી.રાજેશ ભાઈ લાલવાણી ઉપપ્રમુખશ્રી. રાજેશ ભાઈ જાની, ખજાનચી શ્રી.જયદીપભાઈ નિમાવત. મંત્રીશ્રી આશા બેન વીશોડીયા સહમંત્રી ભાવનાબેન ચાવડા, સહ ખજાનચી હીનાબેન બારોટએ સામાજિક જવાબદારી લઈ ભારે જહેમત ઉઠાવી હતી.દાતા. શ્રી સિરામિક પરિવાર તથા લૉકલદાતા ના સહયોગથી કાયૅ કરેલ છે.આગામી સમય માં આવા ભગીરથ કાર્ય ના આયોજન કરવાના હોય કરુણા ફાઉન્ડેશન તરફથી દાતાઓને દાન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી કરુણા ફાઉન્ડેશન પ્રમુખ રાજેશ ભાઈ લાલવાણી. મો. 7567517462, ઉપપ્રમુખ રાજેશ ભાઈ જાની મો.9998732460, ખજાનચી જયદીપભાઈ નિમાવત.મો. 9428915506 ના સંપર્ક કરવા જણાવેલ હતું






