MORBI:મોરબી જમીન લે- વેચ ધંધાર્થીની હત્યાનો ભેદ ઉકેલાયો :7 શખ્સો સામે ફરીયાદ નોંધાઈ

MORBI:મોરબી જમીન લે- વેચ ધંધાર્થીની હત્યાનો ભેદ ઉકેલાયો :7 શખ્સો સામે ફરીયાદ નોંધાઈ
મોરબીમાં સપ્તાહ પૂર્વે ગુમ થયેલા મુસ્લિમ આધેડની હત્યા કરી મૃતદેહ સળગાવી ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો જે મૃતદેહ બહાર કાઢી પોલીસે હત્યાના બનાવ મામલે સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીમાં છેલ્લા 7 દિવસથી લાપતા જમીન દલાલ તાજમહંમદ કરીમભાઈ ભટ્ટીની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો સત્તાવાર ખુલાસો થયો છે. આ મામલે મૃતકના 22 વર્ષીય પુત્ર રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 7 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મૃતક તાજમહંમદભાઈ છેલ્લા 15 વર્ષથી જમીન દલાલીનું કામ કરતા હતા. આરોપી થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સાથે તેમને જમીનની લેતીદેતી ચાલતી હતી, જેમાં દસ્તાવેજ ન થતા મનદુઃખ ઊભું થયું હતું. તાજેતરમાં જમીન અપાવવાના બહાને તાજમહંમદભાઈ પાસેથી 5 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા. આ નાણાંની ઉઘરાણી અને જૂના મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું.
ગત 19 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:30 વાગ્યે આરોપી બાલુભાઈ અઘારાએ જમીન જોવાના અને સોદો કરવાના બહાને તાજમહંમદભાઈ લાલબાગ સેવાસદન મેઈન ગેટ પાસે બોલાવ્યા હતા. તાજમહંમદભાઈ તેમના મિત્ર હકાભાઈ સાથે ત્યાં પહોંચ્યા હતા, જ્યાંથી બાલુભાઈએ તેમને પોતાની ફોર્ચ્યુનર કારમાં બેસાડ્યા હતા. રસ્તામાં અન્ય આરોપીઓ જીતેશ અને રમેશને કારમાં બેસાડી તમામ ભડીયાદ પાસેના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. અહીં પ્લાસ્ટિકના પાઈપ અને લાકડાના બડીકા વડે તાજમહંમદભાઈને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.બાલુભાઈ થોભણભાઈ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા હ,રમેશભાઈ અરજણભાઈ અઘારા,વિશાલ રમેશભાઈ વાધડીયા, ભાવેશ થોભણભાઈ અઘારા,જયદિપભાઈ કાનાભાઈ સેરશીયા,થોભણભાઈ ઘેલાભાઈ અઘારા પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 103(1), 61(2), 115(2), 238, 54 અને 135 હેઠળ નીચે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ આ કેસની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર વી.એન. પરમાર ચલાવી રહ્યા છે.










