MORBI:મોરબી મહાપાલિકા દ્વારા વાવડી ચોકડીથી વાવડી ગામ સુધી ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ.

MORBI:મોરબી મહાપાલિકા દ્વારા વાવડી ચોકડીથી વાવડી ગામ સુધી ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ.
મોરબીની વાવડી ચોકડી થી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર આજે મહાપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રોડની બંને બાજુએ કરવામાં આવેલા કાચા પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
મોરબી મહાપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તામાં સાઈડમાં થયેલા દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીની વાવડી ચોકડી થી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર જે રોડની બંને બાજુએ કાચા પાકા દબાણો દીવાલો અને કાચી ઓરડીઓ વિગેરે બનવી લેવામાં આવ્યું હતું તે તમામને સરકારી જેસીબીને કામે લગાડીને તોડી પાડવામાં આવેલ છે. અને રોડ સાઈડમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરીને રસ્તો ખુલ્લો કરાયેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, રોડ રસ્તાની સાઈડમાં કરવામાં આવેલા દબાણોને દર સપ્તાહમાં દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવે છે તેવી જ રીતે આજે વાવડી ચોકડી થી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર દબાણ દૂર કરવામાં આવ્યું છે રોડની બંને બાજુએ 18 મીટરમાં આવતા દબાણોને તોડી પાડવામાં આવેલ છે અને આગામી સમયમાં આવી જ રીતે અન્ય વિસ્તારમાં પણ દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવશે.







