ગીર ગઢડા ના કોદીયા ગામે માનવભક્ષી દીપડાએ ચાર વર્ષની બાળકી ઉપર હુમલો કરતા બાળકી નું મોત ગામમાં અરેરાટી

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
તા.૧૫
ગીર ગઢડા ના કોદીયા ગામે માનવભક્ષી દીપડાએ ચાર વર્ષની બાળકી ઉપર હુમલો કરતા બાળકી નું મોત ગામમાં અરેરાટી
ગીરગઢડા તાલુકાનાં કોદીયા ગામે રાત્રી ના નવ વાગ્યા ની આસ પાસ વાધાભાઈ ભકાભાઈ જોગરાણા નો પરિવાર (જમવાની ત્યારી કરતા હતા તે સમયે તેમની ચાર વર્ષ ની દીકરી ધ્રૂલી પણ ત્યાંજ હતિ ત્યારે ઓચિંતા દીપડો આવી ચડતા પરિવાર ની હાજરીમાં ચાર વર્ષની બાળકી ઉપર હુમલો કરી ઉપાડી ગયો હતો
પરિવાર અને ગામ જનો તાત્કાલીક બૂમાબૂમ કરતા દીપડો બાળકી ને મૂકી નાચી ગયો હતો ત્યારે નાના એવા ગામમાં ભય નો માહોલ છવાયો હતો
ધટનાની જન વન વિભાગ ને કરતા વન વિભાગ તાત્કાલીક ધટના સ્થળે દોડી ગયા હતા અને બાળકી ને ગીરગઢડા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
ચાટ વર્ષ ની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા બાળકી નું મોત નિપજ્યું હતું
માનવ ભક્ષી દીપડાની શોધખોળ વન વિભાગ શરૂ કરી હતી
ગીરગઢડા હોસ્પિટલ નાં હાજર ડોકટરે એ દીકરીને મૂતક જાહેર કરી હતી આ ઘટના થી નાના એવા ગામ કોદીયા મા શોકનું મોજુ ફરી વળ્યુ હતુ અને ગામમાં ભય નો માહોલ છવાયો હતો




