GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી मस्ती Street મા બાળકો રમ્યા લીંબુ ચમચી, કોથળા દાવ, લંગડી સહિતની જૂની રમતો

MORBI:મોરબી मस्ती Street મા બાળકો રમ્યા લીંબુ ચમચી, કોથળા દાવ, લંગડી સહિતની જૂની રમતો

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 અન્વયે ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે સરદારબાગ ખાતે *મોરબી मस्ती Street* નું આયોજન કરવામાં આવ્યું હતું, આધુનિક સમયમાં બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે, જેને છોડી એક દિવસ બાળકો જૂની રમતો રમતા થાય તેવા હેતુ સાથે મહાનગરપાલિકા એ *મોરબી मस्ती Street* નું આયોજન કર્યું હતું.

મોરબી મહાનગરપાલિકા એ સફળતા પૂર્વક એક વર્ષ પરિપૂર્ણ કર્યું છે, જેના સંદર્ભે ઉજવણી સપ્તાહ MMC@1નું આયોજન માન. કમિશનર શ્રી ના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું છે, આધુનિક સમયમાં બાળકો અને યુવાનો મોબાઇલ, વિડીયો ગેમ રમતા હોય છે, જૂની રમતો નું વર્ચસ્વ પ્રમાણમાં ઓછું થયું હોય જૂની રમતોને જીવંત કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ઉજવણી સપ્તાહ દરમિયાન સરદાર બાગ ખાતે *મોરબી मस्ती Street* કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં મોરબીના બાળકો- યુવાનો, શહેરીજનો ઉત્સાહપૂર્વક વિવિધ જૂની રમતોમાં બહોળા પ્રમાણમાં જોડાયા હતા, લંગડી, ધમાલિયો ધોકો, કોથળા દાવ, આંધળો પાટો, ભમરડો, લીંબુ ચમચી સહિતની રમતો રમાડવામાં આવી હતી, બાળકો મોબાઈલ, ટેલિવિઝન, વિડીયો ગેમ્સથી દૂર અંગ કસરત અને જૂની રમતો તરફ પાછા વળે તેવા આશય સાથે *મોરબી मस्ती Street* કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં મનપાના કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે IAS, નાયબ કમિશનર શ્રી કુલદીપસિંહ વાળા, નાયબ કમિશનર શ્રી સંજય સોની ઉપસ્થિત રહ્યા હતા તમામ જુની રમતોમાં બાળકો સાથે તેઓ પણ જોડાયા હતા અને જુની રમત રમતા બાળકોના ઉત્સાહમાં મનપાના અધિકારીઓએ વધારો કર્યો હતો.

Back to top button
error: Content is protected !!