GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: મોરબી-વાંકાનેર હાઈવે પર હાર્ટ એટેકથી ૩૮ વર્ષીય યુવાનનું કરુણ મોત

MORBI:મોરબી: મોરબી-વાંકાનેર હાઈવે પર હાર્ટ એટેકથી ૩૮ વર્ષીય યુવાનનું કરુણ મોત

 

​મોરબી: મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર હાર્ટ એટેકની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરતાનપર ચોકડી પાસે આવેલા તુલસી પેટ્રોલ પંપ ખાતે રહેતા ૩૮ વર્ષીય દીપસિંહ મોટસિંહ રાવત નામના આધેડને ગઈકાલે બપોરના સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.


​દુખાવો ઉપડ્યા બાદ તબિયત લથડતા પરિવારજનો તાત્કાલિક તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે હાલ અકસ્માતે મૃત્યુની નોંધ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. ૩૮ વર્ષની નાની વયે હાર્ટ એટેકથી થયેલા આ અવસાનને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Back to top button
error: Content is protected !!