MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન.

 

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન.

 

મોરબી મહાનગરપાલિકા ના ANCD વિભાગ દ્વારા માર્ચ 2025 થી રખડતા પશુ ઓને પકડવાની કામગીરી હાથ ધરાવામાં આવી છે. ત્યારે શહેરમાં ગાય, ભેંસ, બકરી સહીતના પાલતું પશુ ઓને રાખવા માટેની પશુ માલિકો પાસે જગ્યા ના હોવાના કારણે આ પશુઓ રોડ ઉપર આવી જતા હોય છે. જેના કારણે શહેરી જનની ને અડચણ રૂપ અને ટ્રાફિક સમસ્યા થતી હોય છે. આ સમસ્યા ના નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા દ્રારા શહેર માં નાની વાવડી અને સબ જેલ પાસે એનીમલ હોસ્ટલ બનાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ એનીમલ હોસ્ટેલ માં પશુ માલિકો ને પોતાના પશુ ની સાચવણી અને જાળવણી કરી શકાશે. આ એનિમલ હોસ્ટેલ માં રજીસ્ટ્રેશન કરાયેલા પશુ ઓને રાખવા માટે એનીમલ હોસ્ટેલ રજીસ્ટ્રેશન, રજીસ્ટ્રેશન ફ્રી અને નિયમો ની વિગત એનીમલ હોસ્ટેલ શરૂ થતા જાણ કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા ના હદ વિસ્તાર આવતા પશુ માલિકો ને અપીલ કરવામાં આવે છે પોતાના પશુ ઓનું રજીસ્ટ્રેશન કરાવે.

Back to top button
error: Content is protected !!