MORBI:મોરબી આગામી શનિવારે બાળકો માટે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન’ કેમ્પનું આયોજન

MORBI:મોરબી આગામી શનિવારે બાળકો માટે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન’ કેમ્પનું આયોજન
મોરબીના રવાપર રોડ પર ૨૮ માર્ચે પુષ્ય નક્ષત્રના શુભ દિવસે યોજાશે આયુર્વેદિક સ્વાસ્થ્ય રક્ષાનો વિશેષ કાર્યક્રમ
શહેરના બાળકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે તેવા ઉમદા હેતુથી આગામી ૨૮ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્રના પાવન અવસરે આયોજિત આ કેમ્પ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી યોજાશે.
કેમ્પની મુખ્ય વિગતો:
આ કેમ્પમાં ૦ થી ૧૫ વર્ષ સુધીના બાળકોને આયુર્વેદિક સુવર્ણપ્રાશનના ટીપાં નિઃશુલ્ક પીવડાવવામાં આવશે. આ સેવાયજ્ઞમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ – મોરબીના સભ્યો ખડેપગે રહીને પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે. સામાન્ય રીતે મોરબીમાં યોજાતા આવા કેમ્પોમાં આશરે ૧૫૦ જેટલા બાળકો આ સ્વાસ્થ્યવર્ધક ટીપાંનો લાભ લેતા હોય છે.
સમય અને સ્થળ:તારીખ: ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર (પુષ્ય નક્ષત્ર) સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી
સ્થળ: હનુમાનજી મંદિર, વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી શહેરની તમામ સોસાયટીઓના વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના બાળકોના સર્વાંગી વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કેમ્પનો મહત્તમ લાભ લે.વધુ વિગત કે પૂછપરછ માટે વાલીઓ મોબાઈલ નંબર ૯૪૨૭૨ ૧૩૯૯૯ પર સંપર્ક કરી શકે છે.








