GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:આમ આદમી પાર્ટી હળવદ તાલુકા ટીમ દ્વારા સ્થાનિક લોકો ને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

HALVAD:આમ આદમી પાર્ટી હળવદ તાલુકા ટીમ દ્વારા સ્થાનિક લોકો ને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

 

 

આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ તાલુકા ના મયુરનગર ગામ થી રાયસંગપર તેમજ અન્ય ગામને જોડતો બ્રાહ્મણી નદી નો પુલ ( કોઝવે ) જે ઘણા વર્ષો થી બંધ હાલત માં છે અનેક વાર ટૂટી ગયો અને અનેકવાર ગામ લોકો દ્વારા રજૂઆતો તંત્ર ને કરવા માં આવી.આ ગામ લોકો ની રજૂઆત ને તંત્ર દ્વારા ધ્યાન માં લેવા માં ન આવતા આજે આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા ગામ ના લોકો ને સાથે રાખી ને શાંતિ પૂર્ણ પુલ ઉપર બેસી ને ચાલુ વરસાદે રામ ધૂન બોલાવી હતી જેમાં સત્તા માં બેઠેલા અને સત્તા ના નશા માં બેરા મૂંગા બની બેઠેલા અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ ના કાને વાત પહોચાડવા માટે રામધૂન બોલાવી આ પુલ નું કામ તાત્કાલિક ધોરણે કરવા ની શક્તિ આપે એવી પ્રાર્થના કરવા માં આવી હતી પણ સતાધીશો દ્વારા પોલીસ ને આગળ કરી અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને ગ્રામ જનો ની અટકાયત કરી હતી.આ તકે આમ આદમી પાર્ટી ના તાલુકા પ્રમુખ શ્રી ચંદુભાઈ મોરી, તાલુકા ના પૂર્વ પ્રમુખ શ્રી હિતેશભાઈ વરમોરા સાહેબ, શ્રી બાબુભાઈ મકવાણા, શ્રી હિતેશભાઈ મકવાણા , શ્રી દેવરાભાઈ સાકરિયા, શ્રી રોહીતભાઈ, શ્રી યોગેન્દ્રસિંહ રાણા તેમજ અન્ય કાર્યકરો અને મયુરનગર, ચાડધરા ,રાયસંગપર ના ગ્રામજનો એ પોલીસ ની સામે બાથ ભીડી અને તંત્ર ના કાન સુધી વાત પહોચાડવા ના પ્રયાસ કર્યો…

Back to top button
error: Content is protected !!