KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ દ્વારા દોલતપુરા ગામે રેડ કરી વિદેશી દારૂનો રૂપિયા અઢી લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

 

તારીખ ૦૮/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ નાબુદ કરવાની મળેલ સૂચના અન્વયે આજરોજ કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ આરડી ભરવાડને ચોક્કસ બાતમી મળેલ કે કાલોલ તાલુકાના દોલતપુરા ગામે રહેતો લીસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર દિલીપસિંહ ઉર્ફે દીલો સામંતસિંહ રાઠોડ દોલતપુરા ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં બનાવેલી ઓરડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગલિશ દારૂ સંતાડી રાખેલ છે જે બાતમી આધારે પીઆઇ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા રેડ કરતા કુલ ૬૧ પેટી દારૂ બિયર ભરેલ મુદામાલ મળી આવ્યો હતો જેમાં બિયરના ૧૦૮૦ ટીન તથા દારૂ ની જુદી જુદી બ્રાન્ડના ૭૬૮ બોટલ કુલ રૂ ૨,૭૧,૨૦૦/ નો મુદામાલ કબજે કરી ક્વોલિટી કેસ શોધી કાઢી બુટલેગર સામે કાલોલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!