MORBI:મોરબી પીજીવીસીએલ મેનેજીંગ ડીરેક્ટર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એસોના હોદેદારો સાથે મીટીંગ યોજાઈ

MORBI:મોરબી પીજીવીસીએલ મેનેજીંગ ડીરેક્ટર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એસોના હોદેદારો સાથે મીટીંગ યોજાઈ
મોરબી વર્તુળ કચેરી હેઠળના વિવિધ ઉદ્યોગિક વીજ ગ્રાહકોના ઉપસ્થિત પ્રશ્નોના નિરાકરણ માટે આજે મોરબી વર્તુળ કચેરી ખાતે પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા, અધિક્ષક ઈજનેર ડી આર ઘાડીયા, કાર્યપાલક ઈજનેરોની ઉપસ્થિતિમાં મોરબી ઇન્ડસ્ટ્રીયલ એસોના હોદેદારો સાથે મીટીંગ યોજી પ્રશ્નો સાંભળી સુખદ નિરાકરણ લાવવા ખાતરી આપી હતી
મોરબી ઇન્ડ.એસોના વિવિધ વિભાગ જેવા કે મોરબી સિરામિક એસો, પોલીપેક, પ્લાસ્ટિક એસો, સેનેટરી વેર એસો. પેપરમિલ એસો સહિતની સંસ્થા સાથે પીજીવીસીએલ મેનેજીંગ ડીરેક્ટર પ્રીતિ શર્મા મેડમ સાથે મળેલ મીટીંગ અન્વયે વારંવાર થતા ઇન્ડ ફીડરમાં ટ્રીપીંગ તેમજ વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે રજૂઆત કરી હતી જે પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે હાલ ૩૮૨ કિમી લંબાઈની ૧૧ કેવી લાઈનમાં ઉચ્ચતમ ગુણવત્તાવાળી MVCC કંડકટર નાખવાનું કામ ચાલુ કરાવેલ છે તથા વિવિધ ઇન્ડ.અર્બન અને જ્યોતિગ્રામ ફીડરોમાં MVCC કંડકટર નાખવાનું કામ મંજુરી હેઠળ છે જેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે







