હાલોલ:પ્રતાપપુરા ગામ તળાવ માં ડૂબી ગયેલ પાંચમહુડી ગામ ના યુવકનો મૃતદેહ આજે મળ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૨૦૨૪
હાલોલ તાલુકાના પાંચમહુડી ગામ નો યુવાન હાલોલ ના પ્રતાપપુરા ગામ તળાવ માં ડૂબી ગયેલ યુવાન નો મૃતદેહ આજે હાલોલ ફાયર ટીમે શોધી બહાર કાઢ્યો હતો.બનાવ અંગે પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી આગળની કાયર્વાહી હાથધરી હતી.બનાવ ની વિગત એવી છે કે હાલોલ તાલુકાના પાંચ મહુડી ગામે પધરાવેલ શ્રીજી ની પ્રતિમાનું વિસર્જન કરવા હાલોલ ના પ્રતાપપુરા ગામે આવેલ તળાવમાં કરવા માટે ભક્તો હર્ષ ઉલ્લાસ સાથે નીકળ્યા હતા. પાંચમહુડી ગામ ના લોકો પ્રતાપપુરા તળાવ પહોંચે તે પહેલાં ઢળતી સાંજે ગામના બે યુવકો પ્રવિણસિંહ ગણપતસિંહ પરમાર ઉ.વ.37 અને મનોજ પરમાર પ્રતાપપુરા ગામના તળાવ માં નાહવા માટે પડ્યા હતા.બંને તળાવ ના ઉંડા પાણીમાં જતા રહેતા ડૂબવા લાગ્યા હતા.તેથી તળાવ કિનારે ઉભેલા લોકો પૈકી એક તેઓને બચાવવા તળાવમાં કૂદી પડી મનોજ ને બચાવી લીધો હતો. પરંતુ પ્રવીણસિંહ નો પતો ન લગતા તાત્કાલિક હાલોલ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી.ફાયર ટીમ વડાતળાવ ખાતે શ્રીજી વિસર્જન માં હતી. જેથી સ્થાનિક લોકોએ તેની શોધખોળ કરી હતી જોકે ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.તેની શોધખોળ કરવા છતાં રાત્રીના અંધકારમાં તેનો કોઈ પતો લાગ્યો ન હતો જેથી કામગીરી બંધ કરી આજે બુધવારમાં રોજ સવાર થી હાલોલ ફાયટ ટીમ તેની શોધખોળ કરતા ભારે જેહમત બાદ આજે બપોરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ સંદર્ભે હાલોલ પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી પ્રવિણસિંહ પરમાર માં મૃતદેહ ને હાલોલ સરકારી હોસ્પીટલ ખાતે પીએમ કરાવી તેના પરિવાર ને સોંપ્યો હતો.શ્રીજી વિસર્જન ના દિવસે પાંચ મહુડી ગામ માં લોકો હર્ષ ઉલ્લાસ સાથે વાજતે ગાજતે શ્રીજી ને વિદાય આપવા નીકળ્યા હતા પરંતુ અચાનક દુર્ઘટના ઘટતા ઉત્સાહ ઉમંગ નો માહોલ ભારે શોક માં ફેરવાઈ ગયો હતો.








