GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પોલીસ દ્વારા: પેરોલ જંપ કરી ફરાર થયેલ હત્યાનો પાકો કામનો કેદી ગાંધીનગરના કલોલથી ઝડપી લીધો 

 

MORBI:મોરબી પોલીસ દ્વારા: પેરોલ જંપ કરી ફરાર થયેલ હત્યાનો પાકો કામનો કેદી ગાંધીનગરના કલોલથી ઝડપી લીધો 

 

મોરબી જિલ્લામાં નાસતા-ફરતા અને પેરોલ જંપ કરનાર આરોપીઓને પકડવા માટે એલસીબી (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને એક મહત્વની સફળતા મળી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને રાજકોટ જેલનો પાકા કામનો કેદી શૈલેશ ઉર્ફે તિતલી રણછોડ ચાવડા વચગાળાની રજા પરથી ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે દબોચી લીધો છે.

કેદી નંબર ૪૮૨૩૯ શૈલેશ ઉર્ફે તિતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડ ચાવડા (રહે. રાજપરા, તા. ચોટીલા) ગત તા. ૧૭-૧૨-૨૫ ના રોજ ૧૦ દિવસની વચગાળાની રજા પર જેલમાંથી મુક્ત થયો હતો. રજા પૂર્ણ થતા તેને તા. ૨૮-૧૨-૨૫ ના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ આરોપી હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો.

​મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને હ્યુમન સોર્સીસ અને બાતમી મળી હતી કે આરોપી ગાંધીનગર જિલ્લાના કલોલ તળાવ રોડ પાસે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. હાલ આરોપીને ઝડપીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ફરીથી રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!