GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર? નાની વાવડીમાં અસામાજિક તત્વોએ વાહનોના કાચ તોડી મચાવ્યો આતંક 

 

 

MORBI:મોરબી પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર? નાની વાવડીમાં અસામાજિક તત્વોએ વાહનોના કાચ તોડી મચાવ્યો આતંક

 

મોરબીમાં અસામાજિક તત્વોનો બેફામ આતંક: પોલીસની નિષ્ક્રિયતા સામે જનતામાં ભારે રોષ

​મોરબી: મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા કારોના કાચ તોડવાની ઘટનાઓ બાદ હવે ફરી એકવાર નાની વાવડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ તરખાટ મચાવ્યો છે. રાત્રિના સમયે પાર્ક કરેલી ચાર કાર અને એક ખાનગી બસના કાચ તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયની સાથે તંત્ર સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.શહેરમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી હોવા છતાં પોલીસ દ્વારા પૂરતું પેટ્રોલિંગ કરવામાં આવતું નથી, તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ તેઓ ખુલ્લેઆમ વાહનોમાં તોડફોડ કરી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું પોલીસ તંત્ર માત્ર ગુના બનવાની રાહ જોવે છે? શા માટે રાત્રિના સમયે અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવતું નથી?



વાહન માલિકોને આર્થિક નુકસાનની સાથે માનસિક સંતાપ પણ ભોગવવો પડી રહ્યો છે. “શહેરમાં પોલીસ ક્યાં છે?” એવો સવાલ હવે સામાન્ય જનતા પૂછી રહી છે. જો પોલીસ તંત્ર હજુ પણ ઊંઘમાં રહેશે અને કડક કાર્યવાહી નહીં કરે, તો આ ગેંગના હોસલા વધુ બુલંદ થશે અને મોરબીમાં શાંતિ જોખમાશે તેવી ભીતિ સેવાઈ રહી છે.​સ્થાનિકોની માંગ છે કે પોલીસ તંત્ર પોતાની નિષ્ક્રિયતા ખંખેરી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરે અને માત્ર દેખાડો કરવાને બદલે નક્કર પેટ્રોલિંગ શરૂ કરે.

Back to top button
error: Content is protected !!