GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રાજકોટ રોડપર મોટાભાગનો ડામર ખોવાઈ ગયો

MORBI:મોરબી રાજકોટ રોડપર મોટાભાગનો ડામર ખોવાઈ ગયો

 

Oplus_131072

મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ રોડ-રસ્તાઓ પર ખાડા પડયાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ દરમ્યાન મોરબી-રાજકોટ હાઇવે પર ભારે વરસાદના કારણે આ ડામર રોડ ઉપરથી ડામર જ ખોવાઈ ગયો જેથી  ઘુળીયો રોડ થય ગયો અધૂરામાં પૂરું જયા ખાડા પડ્યા છે ત્યાં પેવર બ્લોક ફિટ કરી દીઘા છે હોવાનું સામે આવ્યું હતું.

Oplus_131072

મોરબી રાજકોટ રોડ મોટા ભાગની સ્કૂલ કોલેજ હોવાથીપણ વિદ્યાર્થીઓ આવા જવા માટે મુશ્કેલ માં મુકાય છે અને ઠેરઠેર ગાબડા અને ખાડા માર્ગને કારણે ઘણીવાર ઇમરજન્સી દર્દીઓ સમયસર હોસ્પિટલમાં ન પહોંચે તો અઘટિત ઘટના બનવાની દહેશત રહે છે. ભારે વરસાદના કારણે આ રસ્તાનું ધોવાણ થય જતાં ઠેરઠેર ગાબડામાં પાણી ભરાવવાથી માર્ગની બદતર હાલત થઈ જતા લોકો પર અકસ્માતનો ભય તોળાઈ છે આથી સંબધિત તંત્ર રોડની યોગ્ય કામગીરી કરે તેવી વટેમાર્ગુની માગ

Back to top button
error: Content is protected !!