GUJARATKHERGAMNAVSARI

સરકારી પોલીટેકની વલસાડ ખાતે સ્પોર્ટ્સ ફેસ્ટ “હુંકાર ૨૦૨૫” તેમજ “ફૂડ કાર્નિવલ” નો પ્રારંભ કરવામાં આવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

 

સરકારી પોલીટેકની વલસાડ ખાતે તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ મંગળવાર થી તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન યોજાનાર સ્પોર્ટ્સ ફેસ્ટ “હુંકાર ૨૦૨૫” તેમજ ફૂડ કાર્નિવલ નો માનનીય શ્રીમતિ અર્ચના દેસાઈ મેનેજીંગ ટ્રસ્ટી કુસુમ વિધાલય ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. શ્રીમતી અર્ચના દેસાઈ દ્વારા રમતોનું આપણા શારીરિક અને માનસિક વિકાસમાં કેટલો ફાળો છે જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એમણે પોતે રમતગમત ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ વર્ણવી હતી. સંસ્થાના આચાર્ય શ્રી ડો. અમિત ધનેશ્વર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ ત્રણ દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જીમખાના કમિટી ના કોઓર્ડિનેટર શ્રી મનીષ નાસીત, શ્રી વિપુલ પટેલ તેમજ ફૂડ કાર્નિવલ ના કોઓર્ડિનેટર શ્રી ઘનશ્યામ રાવલ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!