MORBI:મોરબી સંદિપ સિંહ જાડેજાએ જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી કરી

MORBI:મોરબી સંદિપ સિંહ જાડેજાએ જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી કરી
વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના પૂર્વ ગુજરાત પ્રદેશના સહ મંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશન ના મેન્ટર શ્રી સંદિપસિંહ જાડેજા ના જન્મદિવસ
નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.ત્યારે પોતાના જન્મદિવસ ની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં સંદેશ આપવાના હેતુ વિવિધ કાર્યક્રમો યોજાયા તેમાં રક્તદાન કેમ્પ યોજાયો જેમાં ૬૫ મોરબી માળિયા વિધાનસભા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા હાજરી આપી ને ઉત્સાહ વધાર્યો આ રક્તદાન કેમ્પ માં ૨૦ બોટલ નું રક્તદાન થયું. ત્યારે બાદ શહેરની મધ્યમાં આવેલા સરદારબાગ ખાતે વુક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. એ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલતી પરિષદ કી પાઠશાળા શાળા ના બાળકો સાથે નાસ્તો કરાવી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી.











