GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઇસમોની અટક

MORBI:મોરબી સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઇસમોની અટક

 

 

તાલુકા પોલીસ ટીમે વિદેશી દારૂની ૫૪૪ બોટલ તથા બિયરના ૨૬૪ ટીન કબ્જે કર્યા

મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરી નીકળેલ બે રાજસ્થાની ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે સ્કોર્પિયો કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૫૪૪ નંગ બોટલ તેમજ બિયરના ૨૬૪ ટીન જેની કિ.રૂ. ૪.૯૧ લાખ તેમજ સ્કોર્પિયો કાર, મોબાઇલ સહિત કુલ ૨૦.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછ શરૂ કરી આગળની તપાસમાં જેના નામ ખુલ્લે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ સહિતના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે નંબર પ્લેટ વગરની સફેદ કલરની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઘુંટુ ગામ બાજુથી મહેન્દ્રનગર આઇટીઆઇ પાસે મહેન્દ્રનગર ગામ તરફ આવનાર છે. જે બાતમીને આધારે મોરબી તાલુજ પોલીસ ટીમ મહેન્દ્રનગર આઇ.ટી.આઇ પાસે વોચમાં હોય તે દરમિયાન સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો કાર આવતા તેને રોકી તેમાં તલાસી લેતા જેમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૪૪ બોટલ તથા બિયરના ૨૬૪ ટીન કુલ કિ.રૂ. ૪,૯૧,૬૬૦/- નો મદ્દામાલ મળી આવતા આરોપી સ્કોર્પિયો ચાલક ગોપીકિશન બાબુલાલ ચૌહાણ ઉવ.૩૬ રહે-સાંચોર જી.જાલોર રાજસ્થાન તેમજ ડ્રાઇવરની બાજુની સીટમાં બેસેલ રાજુરામ ભાખારામ પુનીયા ઉવ.૪૦ રહે-સાંચોર જી જાલોર રાજસ્થાનવાળાની અટકાયત મારવામાં આવી હતી. આ સાથે પોલીસે વિદેશી દારૂ-બિયરનો જથ્થો, સ્કોર્પિયો કાર તથા બન્ને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૨૦,૧૧,૬૬૦/- નો કુલ મુદામાલ કબ્જે લઈ આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!