GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શનાળા બાયપાસ ગોકુલનગર શેરીનાકે જાહેરમાં જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા,બે નાસી ગયા
MORBI:મોરબી શનાળા બાયપાસ ગોકુલનગર શેરીનાકે જાહેરમાં જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા,બે નાસી ગયા
એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા બાયપાસ નજીક ગોકુલનગર શેરી નં.૨૧નાનાકા પાસે રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી ત્યારે કુલ ચાર શખ્સો પૈકી ૨(૧)શખ્સો વિનુભાઈ વલ્કુભાઈ સોલંકી ઉવ.૪૬ રહે.ગોકુલનગર,(૨)કમલેશભાઈ નરશીભાઈ આંબડીયા ઉવ.૨૧ રહે.શકત શનાળા શેરી નં.૨ વાળાને પકડી લઈ તેની પાસેથી રોકડા રૂ.૬૬૦/- કબ્જે લીધા હતા જ્યારે પોલીસના દરોડા દરમિયાન આરોપી કરણ મનીષભાઈ સોલંકી તથા કિરણ દેવીપૂજક ભાગી છૂટ્યા હતા.જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ દર્શાવી ચારેય આરોપી સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.