MORBI:મોરબી શ્રી સમસ્ત કોળી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે

MORBI:મોરબી શ્રી સમસ્ત કોળી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે
મોરબી શહેરમાં શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા “સ્નેહ મિલન કાર્યક્રમ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. ખાસ કરીને
સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય,
બોડીંગ ખાતે ચાલી રહેલી લાઇબ્રેરી તથા ટ્યુશન ક્લાસીસની પ્રવૃત્તિઓ,સમૂહલગ્ન આયોજન તથા સમાજ એકતાના પ્રયાસો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ સ્નેહ મિલન કાર્યક્રમ સમાજના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.
તમામ શ્રી કોળી સમાજ ના, આગેવાનો અને સભ્યોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
નોંધ: કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ સાથે ભોજન લેશુ – તારીખ: ૯ નવેમ્બર ૨૦૨૫ (રવિવાર)સમય: સાંજે ૫:૩૦ વાગ્યે સ્થળ: શ્રી કોળી સમાજ વિદ્યાર્થી બોડીંગ, જીલ્લા સેવા સદન પાછળ, મોરબી–૨









