GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિપાઈ જમાતની અનોખી સેવા: ચૂંટણી પંચના નવા ગણતરી ફોર્મ ભરવામાં તમામ જ્ઞાતિને મફત માર્ગદર્શન

 

MORBI:મોરબી સિપાઈ જમાતની અનોખી સેવા: ચૂંટણી પંચના નવા ગણતરી ફોર્મ ભરવામાં તમામ જ્ઞાતિને મફત માર્ગદર્શન

 

 


મોરબીમાં ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ગણતરી ફોર્મને લઈને ઘણા લોકોને તેને સમજવામાં તથા યોગ્ય રીતે ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય નાગરિકોની આ મુશ્કેલીને ધ્યાને રાખીને મોરબીની સિપાઈ જમાત દ્વારા અનોખી અને પ્રશંસનીય સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

સિપાઈ જમાતના જમાત ખાના ખાતે વિશેષ ટીમની રચના કરીને તમામ જ્ઞાતિના લોકો માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની સવિસ્તર સમજણ આપવામાં આવી રહી છે. સાથે સાથે, જરૂરીયાતમંદ લોકોના ફોર્મ સ્થળ પર જ મફતમાં ભરી પણ આપવામાં આવી રહ્યા છે.

આ સેવા કાર્યોમાં નાગોરી જાહેરભાઈ અકબરભાઈ , કુરેશી કાદરભાઈ અકબરભાઈ, પઠાણ અશરફાન અલી ખાન, મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓ સાથે સિપાઈ જમાતના અન્ય સભ્યો પણ લોકોના માર્ગદર્શન માટે સતત કાર્યરત છે.

સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સિપાઈ જમાતની ટીમનું આ કાર્ય સૌ કોઈને લાભદાયી બન્યું છે અને તેમની આ સેવાભાવના કામગીરીને સમગ્ર મોરબીમાં બિરદાવવામાં આવી રહી છે.

વધુ વિગત માટે નાગોરીયા અકબરભાઈ મોબાઈલ નંબર 635167592 તથા કુરેશી કાદરભાઈ અકબરભાઈ મોબાઈલ નંબર 83201 78513 માં સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!