MORBI:મોરબી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
MORBI:મોરબી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
મોરબી તાલુકાના રંગપર ગામ નજીક શિવ વે બ્રિજ બાજુમાં યોગી કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ ગેલેકસી વેલનેસ સ્પામાં દેહ વ્યાપારની અનૈતિક પ્રવૃત્તિ ચાલુ હોવાની મળેલ બાતમીને આધારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી સ્પા સંચાલક આરોપી ફારૂખભાઇ ઇબ્રાહીમભાઇ હાણિયા ઉવ.૨૬ રહે.હાલ મોરબી રણછોડનગર નીધીપાર્ક મુળરહે.રાજકોટ ૬૪-૨ લાલપરી મફતીયાપરા શેરી નં.૩ વાળાને રોકડા ૪,૪૦૦/-અને બે મોબાઇલ કિ.રૂ.૮,૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૧૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી મહમદહુશેન ભીખુભાઇ સંધી રહે.મોરબી રણછોડનગર નીધીપાર્ક વાળો દરોડા દરમિયાન સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દરસબાવી બંને આરોપીઓ સામે ધી ઇમોરલ ટ્રાફિક પ્રીવેંશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.