INTERNATIONAL

Microsoft Windows માં સર્જાઇ ખામી, સર્વર ડાઉન થતાં મોટી સંખ્યા ઊભી થઈ

દુનિયાભરમાં Windows નો ઉપયોગ કરતા મોટા ભાગના વપરાશકર્તાઓને તેમના લેપટોપ અને પીસીની સ્ક્રીન ભુરા રંગની જોવા મળી હતી. જેના કારણે કોમ્પ્યુટર બંધ થઇને જાતે રિસ્ટાર્ટ થવાની સમસ્યા સર્જાઇ હતી. આ બાબતે Microsoft નું કહેવું છે કે આ સમસ્યા હાલમાં CrowdStrike નામની એન્ટીવાયરસ કંપનીના અપડેટ લીધે આવી છે. મળતી માહિતી મુજબ આ સમસ્યાના કારણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની ઘણી કંપનીઓ, બેંકો અને સરકારી કચેરીઓમાં સમસ્યા સર્જાઇ છે.
સોશિયલ મીડિયા પર આ ખામીને લઇ ઘણા લોકો તેમની ભુરી સ્ક્રીનનો ફોટો પાડીને અપલોડ કરી રહ્યા છે. જેમાં એક યૂઝરે લખ્યું હતું કે વિન્ડોઝ બરાબર રીતે કામ કરી રહ્યું નથી. ફરીથી પ્રયત્ન કરવા માટે ‘Restart my PC’ સિલેક્ટ કરો.

Back to top button
error: Content is protected !!