GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકા ભાજપના પ્રમુખે તાલુકા સંકલન-ફરીયાદ નિવારણમાં પ્રશ્નો રજૂ કર્યા !

MORBI:મોરબી તાલુકા ભાજપના પ્રમુખે તાલુકા સંકલન-ફરીયાદ નિવારણમાં પ્રશ્નો રજૂ કર્યા !

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શહેરની આસપાસના ગામલોકોને જરૂરી વિજળી કનેકશન, હોમ લોન મળતી નથી અને ઘણા ગામના રસ્તા રીપેર કરવાની જરૂર છે તેવી મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા આ મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિમાં પ્રાંત અધિકારી સમક્ષ પ્રશ્નો રજૂ કર્યા છે. મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિમાં પ્રશ્નો રજૂ કરવામાં આવેલ છે. તેમાં જણાવ્યુ છે કે સરકાર દ્વારા મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો આપવા નિર્ણય થયેલ છે પરંતુ મહાનગરપાલીકામાં સંભવિત સમાવિષ્ટ ૧૪ ગામો માટે નવા બાંધકામ તથા મંજુરી વાળા બાંધકામ બાબતે સ્પષ્ટ નિયમો જાહેર કરવામાં આવ્યા નથી અને મોરબી શહેરની આસપાસના ગામલોકોને જરૂરી પ્રાથમિક સુવિધા જેવી કે રહેણાંકમાં વિજળી કનેકશન જે હાલમાં આપવાના બંધ કરેલ છે. જેથી આ બાબતે લોકોને પડતી મુશ્કેલી દુર કરવામાં આવે. મોરબી શહેરની આસપાસના ગામોમાં છેલ્લા ૬ મહિનાથી રહેણાંક મકાનની બેંક લોન (હોમ લોન) જે બેંક દ્વારા આપવાની બંધ કરવામાં આવેલ છે. જેને નિયમાનુસાર ફરીથી શરૂ કરવામાં આવે, ચોમાસા દરમિયાન મોરબી તાલુકાના ગામોના તાલુકા મથકને જોડતા રોડનું સત્વરે સમારકામ (રીપેરીંગ) કરવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવી છે. અહીં એ જણાવી દઈએ કે રવાપર, મહેન્દ્રનગર જેવાં ગામોમાં બાંધકામ ની મંજૂરી આપી છે તે કાયદા નેં અનુરૂપ આપવામાં આવી છે? મોરબી શહેર સહિત વિસ્તાર ભુકંપ ઝોન -૪ માં આવે છે અહીં કેટલી ઉંચાઇ નાં બાંધકામ કરવા જોઈએ તેની સ્પષ્ટતા કરવામાં આવી જ છે છતાં તેનું ઉલ્લંઘન કરીને દશ -બાર માળ નાં એપાર્ટમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે જે સરકારી નીતિ નિયમો વગરના હોય તંત્ર એ આવા બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં બેંક લોન લાઇટ કનેક્શન જેવી સુવિધા બંધ કરી છે હાલમાં રાજકોટ માં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફરજિયાત ફાયર સેફ્ટી ની સુવિધા ઉભી કરવાનું કહેવામાં આવ્યું કેટલા લોકો આ બાબતે ગંભીર છે?હવે આ ભાજપ તાલુકા પ્રમુખ ની રજૂઆત બાદ તંત્ર આવી દરેક બાબતો નું પાલન કરવામાં મક્કમ રહે છે કે પોતાનો નિર્ણય બદલે છે? તો શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું!

Back to top button
error: Content is protected !!