MORBI:મોરબી તાલુકા પોલીસ લાઇનનો યુવાન ગુમ, શોધખોળ ચાલુ

MORBI:મોરબી તાલુકા પોલીસ લાઇનનો યુવાન ગુમ, શોધખોળ ચાલુ
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૩૨ વર્ષીય યુવાન ગુમ થયાની ઘટના સામે આવી છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં જા.જોગ નં-૦૮/૨૦૨૬ તથા ગુમ સુધા નંબર ૦૪/૨૦૨૬ થી નોંધ કરવામાં આવી છે.
ગુમ થનાર નામ: રાજુભાઈ ભોળાભાઈ બાવળીયા (કોળી) ઉંમર: ૩૨ વર્ષ રહેઠાણ: કવાર્ટર નં. ૭૭, મોરબી તાલુકા પોલીસ લાઇન, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, મોરબી-૨. (મૂળ રહે. ખડકાણા, તા. વીછીંયા, જિ. રાજકોટ) ગત તારીખ ૧૭/૦૩/૨૦૨૬ ના રોજ બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામાં રાજુભાઈ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા છે.શારીરિક વર્ણન અને ઓળખ: બાંધો: મજબૂત બાંધો, ઘઉંવર્ણો રંગ.ઊંચાઈ: આશરે ૧૭૦ સે.મી. વિશેષ ઓળખ: કપાળના ભાગે જૂનું વાગ્યાનું નિશાન છે.પહેરવેશ: નીકળ્યા સમયે પીળા કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું છે. આંખે નંબરના ચશ્મા અને પગમાં ચપ્પલ પહેરેલ છે.અપીલ:જો કોઈ પણ વ્યક્તિને આ યુવાન અંગેની ભાળ મળે અથવા ક્યાંય જોવા મળે, તો તાત્કાલિક નીચે આપેલા મોબાઈલ નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે..સંપર્ક નંબર: ૮૪૬૯૯ ૨૩૯૭૬ મોરબી સીટી બી ડીવીઝન પો. સ્ટે. મો.નં.: ૬૩૫૭૨ ૪૦૭૧૮










