MORBI:મોરબી તાલુકા પોલીસે બે સ્પા માં રેડ કરી ને જાહેરનામું ની ભંગ બદલ કાર્યવાહી કરી
MORBI:મોરબી તાલુકા પોલીસે બે સ્પા માં રેડ કરી ને જાહેરનામું ની ભંગ બદલ કાર્યવાહી કરી
મોરબી તાલુકા પોલીસે બે અલગ અલગ સ્થળે સ્પામાં દરોડા પાડીને સંચાલકો સામે જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રથમ બનાવમાં ટીંબડી ગામની સીમમાં ઓરબીટ ૨ કોમ્પ્લેક્ષમાં બીજા માળે સીસો થાઈ સ્પા મસાજ પાર્લરના સંચાલક બ્રિકલીંટન ગંગાપ્રસાદ રીયાંગ એ પોતાના સ્પામાં મસાજ વર્કર તરીકે કામે રાખેલ પરપ્રાંતીય મહિલાઓની માહિતી morbi assured એપ્સમાં અપલોડ કરેલ ન હોય તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ માહિતી આપેલ ના હોવાથી જાહેરનામાં ભંગ બદલ ગુન્હો નોંધાયો છે તો બીજા બનાવમાં શાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે ડ્રીમ્સ સ્પા મસાજ પાર્લર ચલાવતા પાર્થભાઈ અશ્વિનભાઈ મોરીએ પોતાના સ્પામાં મસાજ વર્કર તરીકે કરતી પરપ્રાંતીય મહિલાઓની માહિતી morbi assured એપ્સમાં અપલોડ નહિ કરી અને સ્થાનિક પોલીસમાં માહિતી ના આપતા ગુન્હો નોંધવામાં આવ્યો છે.