તા.૧૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ તાલુકાની ઠક્કરબાપા શાળા ખરેડીમાં અભયમ 181.મહિલા હેલ્પ લાઇન દાહોદ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજાયો.
અભયમ 181 મહિલા હેલ્પ લાઇન દાહોદ દ્વારા ઠક્કર બાપા શાળા ની વિદ્યાર્થી ની ઓ માટે અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દાહોદ દ્વારા માર્ગદર્શક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજ્ય સરકાર ની મહિલા પીડિતાઓ માટે ત્વરિત સેવાઓ આપતી 181 મહિલા હેલ્પ લાઇન વિશે માહીતિ આપવામા આવી હતી. મહિલાઑ, યુવતીઓ કે વિદ્યાર્થીની ઓ માટે મૂશ્કેલી ના સમયે ચોવીસ કલાક મદદ, માહિતી કે બચાવ કરવામાં આવે છે જેમાં શારીરીક, માનસિક, જાતીય સતામણી કે ઘરેલું હિંસા સહીત ના કિસ્સામાં મદદ પુરી પાડવામાં આવી રહી છે આ ઊપરાંત બિન જરૂરી કોલ મેસેજ થી હેરાનગતી, છેડતી, લગ્નેતર સંબંધ અને લગ્ન જીવન ના વિખવાદો માં અસરકારક કાઉન્સિલગ કરી વિખવાદ હલ કરવામાં આવે છે આ ઉપરાત ગંભીર પ્રકાર ના ગુનાઓ, જાન ના જૉખમ માં પોલીસ અને અન્ય સરકારી એજન્સી ની મદદ લેવામાં આવે છે મહિલાઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના નિ : શુલ્ક મદદરૂપ થાય છે અને તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે .વિદ્યાર્થીનીઓ ને બેડ ટચ ગુડ ટચ, છેડતી, સ્વરક્ષણ વગેર વીશે જાણકારી આપવામા આવી હતી.