BHUJGUJARATKUTCH

ભુજમાં આત્મારામ સર્કલના નજીકના રોડનું મેટલિંગ કરીને સમારકામ કરાયું

માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ભુજ શહેરના ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૬ જુલાઈ : કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્ય એ રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. કચ્છના મુખ્યમથક ભુજ શહેરમાં આત્મારામ સર્કલ સહિતના રોડને મેટલિંગ કરીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. વરસાદથી પડેલા ખાડાઓના લીધે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી જેથી યુદ્ધના ધોરણે કામગીરી કરીને મેટલિંગ વર્ક પૂર્ણ કરાયું છે.ભારે વરસાદથી પડેલા ખાડાઓની સાફસફાઈ કરીને તેમાં મેટલનું પુરાણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ટ્રેક્ટર, જેસીબી મશીનની મદદથી યુદ્ધના ધોરણે રોડ રીપેરીંગની કામગીરી કરાઈ હતી. કચ્છના ભુજ શહેરમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત આયોજનબદ્ધ તરીકે કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!