MORBI:મોરબી તેરા તુજકો અર્પણ… માનવતાના પંથે ચાલતી ટ્રાફિક પોલીસે ફરી જીત્યો જનવિશ્વાસ

MORBI:મોરબી તેરા તુજકો અર્પણ… માનવતાના પંથે ચાલતી ટ્રાફિક પોલીસે ફરી જીત્યો જનવિશ્વાસ
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી મા આજ રોજ એક રિક્ષા ચાલક ભાઈનો મોબાઈલ ખોવાઈ જતાં તેમને ભારે ચિંતા સતાવી રહી હતી. તે દરમિયાન એક ઈમાનદાર રાહદારીને ખોવાયેલો મોબાઈલ મળ્યો હતો. રાહદારીએ માનવતા દાખવતાં તે મોબાઈલ તરત જ અત્રેના નટરાજ ફાટક ટ્રાફિક પોઈન્ટ ખાતે ફરજ પર રહેલી ટ્રાફિક પોલીસને સોંપી દીધો.
ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા મોબાઈલના માલિકની ઝડપી ઓળખ કરી, રિક્ષા ચાલક ભાઈને તેમનો ખોવાયેલો મોબાઈલ સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો. મોબાઈલ મળતાં જ રિક્ષા ચાલકના ચહેરે ખુશી છવાઈ ગઈ અને તેણે ટ્રાફિક પોલીસ તથા ઈમાનદાર રાહદારીનો હૃદયપૂર્વક આભાર માન્યો.
આ સમગ્ર પ્રક્રિયામાં P.S.I. અબડા, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ, કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ, ટ્રાફિક બ્રિગેડના પ્રદીપભાઈ તેમજ ખુશ્બુ બહેનએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટ્રાફિકના માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી બજાવી.
ટ્રાફિક પોલીસની આ તત્પરતા, ઈમાનદારી અને જનસેવાના ભાવને કારણે ફરી એકવાર પોલીસ પર જનવિશ્વાસ મજબૂત થયો છે. આવી માનવતાભરી કામગીરી માટે ટ્રાફિક પોલીસ ટીમ અભિનંદનને પાત્ર છે.







