નર્મદા જિલ્લામાં મોબાઈલ ટાવર ઉપર ચઢનાર સામે હવે ગુનો નોંધાશે : અધિક કલેક્ટરનું જાહેરનામું
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં કેવડિયા વિસ્તારમાં કેટલાક સમયથી અમુક લોકો પોતાની માંગોને લઈ મોબાઈલ અને ઇલેક્ટ્રીક ટાવર પર ચડી જતા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે તંત્રને આવા સમયે દોડવાનો વારો આવે છે ઉપરાંત ટાવર પર ચડનાર લોકોના જીવને જોખમ પણ રહે છે
ત્યારે નર્મદા જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોબાઈલ અથવા કોઈપણ ટાવરની આસપાસ ફેન્સીંગ કરવા અને સિક્યુરિટી ગાર્ડ મુકવા ટાવર માલિકોને હુકમ કરાયો છે અને બિનઅધિકૃત વ્યક્તિને ટાવર ઉપર ચઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે કહી શકાય કે ટાવર ઉપર ચઢવાની ઘટનાઓ વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે અને કાયદાનો કોયડો ઉઘામ્યો છે