વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની વઘઇ ગૌરક્ષા ટીમ તથા વઘઇ પોલીસની ટીમ દ્વારા વઘઈ – વાંસદા રોડ પર કતલખાને લઈ જતા ભેંસ ભરેલ આઇસર ટેમ્પો સાથે એક ને ઝડપી પાડવામાં આવ્યો હતો.તેમજ 8 જેટલી ભેંસને ઉગારી લેવામાં આવી હતી.અને ભેંસ તથા ટેમ્પો સહિત 8.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે રહેતા ગૌરક્ષકોમાં મેહુલભાઈ નારાયણ સોહલા, ગોકુળભાઈ રાજુભાઈ સોહલા તથા અંકિત વિજયભાઈ રાજપુતે વઘઈ – વાંસદા રોડ પર આવેલ આર.ટી.ઓ. સર્કલ પાસેથી આઇસર ટેમ્પો રજી. નં.GJ -26-T-7772 રોકી ને વઘઈ પોલીસ મથકે લઈ આવ્યા હતા.ત્યારે વઘઈ પોલીસની ટીમે તપાસ કરતા આ આઇસર ટેમ્પોમાં 8 જેટલી ભેંસ ખીંચોખીંચ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતુ.ત્યારે પોલીસે આઇસર ટેમ્પોના ચાલક જુમ્માખાન અલાબચાયા ખાન (મૂળ રહે. બાડમેર,રાજસ્થાન હાલ રહે.ધરમપુર તા.ધરમપુર જી.વલસાડ) ની અટકાયત કરી હતી.તેમજ આઠ ભેંસને ઉગારી લેવામાં આવી હતી.અને 8 ભેંસ જેની કિંમત રૂપિયા 3.20 લાખ તથા ટેમ્પો જેની કિંમત રૂપિયા 5 લાખ તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા 5 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 8.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ ભેંસ ભરી આપનાર લિયાકત અલીસાર ગુલસન અલીસાર (રહે.ધરમપુર તા.ધરમપુર જી.વલસાડ ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.હાલમાં વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.