GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સરકારી હાઈસ્કૂલ, ઘૂટુ ખાતે દ્રિતીય માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સરકારી હાઈસ્કૂલ, ઘૂટુ ખાતે દ્રિતીય માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા સાથે શિક્ષણ, આરોગ્ય સાથે સશક્તિકરણ* ના ઉદ્દેશ્ય સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તારીખ 7/2/2026 ના રોજ મોરબી જિલ્લાના ઘૂટુ ગામની સરકારી હાઈસ્કૂલમાં દ્રિતીય માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ આરોગ્ય જાગૃતિના ભાગરૂપે સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં સ્વચ્છતા તથા આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક શ્રીમતી વનિતાબેન, સમગ્ર શાળા સ્ટાફ તથા યુવા શક્તિ ફાઉન્ડેશનની મહિલા સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.










