BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરામાં શ્રી ઓગડ વિદ્યા મંદિરેથી ત્રિરંગાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકાના થરામાં શ્રી ઓગડ વિદ્યા મંદિરેથી ત્રિરંગાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકાના થરામાં શ્રી ઓગડ વિદ્યા મંદિરેથી ત્રિરંગાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું..

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર ત્રિરંગા”નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથધરાયું છે.જેને અનુલક્ષીને આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી ઓગડ વિદ્યા મંદિરના પટાંગણથી થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બ.કાં.જિલ્લા પ્રમુખ ડી.ડી. જાલેરા,થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઘાંઘોષ, ઉપપ્રમુખ સોમાજી ઠાકોર,પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી. પરમાર, મહામંત્રી રાધવેન્દ્ર જોષી, અલ્પેશભાઈ શાહ, નિરંજનભાઈ સોની,જયંતીભાઈ રાવળ (હલો), કોર્પોરેટર ભૂપતજી ગોહિલ, અમૃતભાઈ દેસાઈ, વિક્રમસિંહ વાઘેલા,મહેન્દ્રસિંહ વાઘેલા,ચીફ ઓફિસર બાબુભાઈ જોષી, હિતેષભાઈ મોચી, બ.કાં. જિલ્લા સાંસ્કૃતિક શેલના સંયોજક દિપકભાઈ જોશી, શ્રી ઓગડ વિદ્યામંદિરના ઈન્ચાર્જ આચાર્ય અશોકભાઈ વાલાણી,પ્રગતિ પ્રા.શાળાના આચાર્ય અંજુબેન ઠક્કરની ઉપસ્થિતમા ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ત્રિરંગાયાત્રા હાઈવે રોડ, વાળીનાથ રોડ થઈ રબારી વાસ, બુકોલીયા વાસ, હાઈસ્કૂલ રોડ થઈ પરત ઓગડ વિદ્યા મંદિરે આવી સમાપન કરવામાં આવેલ. આ પ્રસંગે થરા પી. આઈ. કે.બી. દેસાઈ,પોલીસ કર્મચારી, પ્રગતિ પ્રા. શાળાના વિધાર્થીઓ સહીત ભાજપના કાર્યકરો વિશાળ સંખ્યામા હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!