MORBI:મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા રોડ રસ્તા,ખેડૂતોના વળતર મુદ્દે, શાળામાં શિક્ષક, ઓરડા ઘટ્ટ મુદ્દે તોફાની બની!
MORBI:મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા રોડ રસ્તા,ખેડૂતોના વળતર મુદ્દે, શાળામાં શિક્ષક, ઓરડા ઘટ્ટ મુદ્દે તોફાની બની!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લા પંચાયતમાં આજે સામાન્ય સભા મળી હતી. જેમાં કોંગ્રેસના સદસ્ય ભુપતભાઈ ગોધાણી એ એકલમલ ની પ્રશ્નો ની રજુઆત કરી હતી અને રજૂ કરેલા ખેડૂતોના પ્રશ્નો, શાળાની મર્જ બાબત, શાળામાં શિક્ષણ ઓરડા ની ઘટ, શિક્ષકની સંખ્યા ઘટ જેવી બાબતે જોરદાર રજૂઆત કરતા થોડીવાર માટે સામાન્ય સભા તોફાની બની હતી. જેમાં ભુપતભાઈ ગોધાણીએ મોરબી જિલ્લામાં પાછોતરા પડેલા વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીના વળતર અંગે નો ઠરાવ કરવાની ઉગ્ર માંગ કરી હતી. પરંતુ ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને સાંસદ ચંદુભાઈ સિહોરા સહિત જિલ્લા પંચાયત ના સભ્યોએ સરકારમાં આ બાબતે રજૂઆત કરી હોય તેથી ઠરાવની જરૂર નથી તેમ કહીને ભુપત ગોધાણીની ખેડૂત નુકસાની ની વાતને ફગાવી દીધી હતી. આ સામાન્ય સભામાં તૂટી ગયેલા રોડ બાબતે, શાળામાં ઓરડાની ઘટ બાબતે અને શિક્ષકોની ઘટ બાબતે સતત રજૂઆત કરી હતી. સામાન્ય સભામાં પ્રમુખ હંસાબેન પારઘી ડીડીઓ જે.એસ. પ્રજાપતિ સહિત વહીવટી તંત્ર ના અધિકારીઓ હાજર રહ્યા હતા