MORBI:મોરબીમા (FPS) એસોશીએશન દ્વારા પડતર માંગણીઓ લઈને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

MORBI:મોરબીમા (FPS) એસોશીએશન દ્વારા પડતર માંગણીઓના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી જીલ્લા ફેરપ્રાઈઝ શોપ એશોશીયન દ્રારા જણાવવા માંગીએ છીએ કે અમારા રાજય એશોશીએશન દ્રારા ગુજરાત પૂરવઠા મંત્રી અને સંબંધીત અધિકારી ઓને અમારી વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતોમાં કમીશન દર માં વધારો, ઈ-પ્રોફાઈલ તકેદારી, સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બીલ બને, સમીતીના સભ્યોના ૮૦ ટકા બાયોમેટ્રીક વેરીફીકેશનનો પરીપત્ર રદ કરવા, સમયસર કમીશનની ચુકવણી અને ટેકનીકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે.આટલા લાંબા સમયથી કરેલી રજૂઆતો છતાં અમારી માંગણીઓનો સંતોષકારક કે લેખીત પ્રતિઉતર મળેલ નથી. આથી ગુજરાત રાજયના બંને સંગઠનો, ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એશોશીયેશન અને ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એશોસીએશન દ્રારા સંયુકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી પડતર માંગણીઓનું તાત્કાલીક નિરાકરણ ન આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યાં માર્ગે આંદોલન કરવું પડશે આ નિર્ણયના ભાગરૂપે અમે નવેમ્બર ર૦૨પ માસના જથ્થાના ચલણ નહી ભરવા અને તારીખ : ૦૧ નવેમ્બર ૨૦૨૫ થી વિતરણ પ્રક્રિયાથી સંપુર્ણપણે અળગા રહેશું
આ પત્ર સાથે અમારી પડતર માંગણીઓની વિગતવાર યાદી રજૂ કરતું અમારા રાજય કક્ષાના સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવેલું આવેદનપત્ર પણ આ સાથે સામેલ છે. કે ગ્રાહકોને અનાજ થી વંચીત રહેવાનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે આ ગંભીર બાબતને ધ્યાને લઈને અમારા આ આવેદન પત્ર અને તેમાં દર્શાવેલી માંગણીઓનો સત્વરે નિકાલ આવે તેમ આપની કક્ષાના પ્રશ્નો તથા ગુજરાત સરકારના સંબંધીત વિભાગો સુધીના પ્રશ્નો પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે











