MORBI:મોરબીની દીકરીએ વધાર્યું જિલ્લાનું ગૌરવ: ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં જબલપુર પીએમશ્રી શાળાની વિદ્યાર્થિની પ્રથમ

MORBI:મોરબીની દીકરીએ વધાર્યું જિલ્લાનું ગૌરવ: ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં જબલપુર પીએમશ્રી શાળાની વિદ્યાર્થિની પ્રથમ
તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં મોરબી જિલ્લાની જબલપુર પીએમશ્રી પ્રાથમિક શાળાની તેજસ્વી વિદ્યાર્થિની પાડલિયા મિશ્રી જયેશભાઈએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મિશ્રીએ પોતાની આગવી વાર્તા કહેવાની શૈલી અને ગજબના આત્મવિશ્વાસ સાથે સમગ્ર ઝોનમાં મોરબી જિલ્લાનું ગૌરવભેર પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ભવ્ય સફળતા બાદ હવે મિશ્રી રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં ભાગ લેવા જશે, જ્યાં તે ફરી એકવાર જિલ્લા અને પોતાની શાળાનું નામ રોશન કરશે.
દીકરીની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ: શાળા પરિવાર અને આચાર્યશ્રી SMC સભ્યો અને તમામ શિક્ષકમિત્રો જબલપુર ગ્રામજનો તમામ દ્વારા મિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને રાજ્ય કક્ષાએ પણ તે ઝળકે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.










