GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીનો ભેજાબાજ ઝડપાયો પોલીસ અને મીડિયાની ખોટી ઓળખ આપી કરતો હતો ઠગાઈનો ખેલ.

MORBI:મોરબીનો ભેજાબાજ ઝડપાયો પોલીસ અને મીડિયાની ખોટી ઓળખ આપી કરતો હતો ઠગાઈનો ખેલ.
વડોદરા શહેરની રાવપુરા પોલીસે મોરબીના એક યુવાનને નકલી આઈકાર્ડ કૌભાંડમાં ઝડપ્યો છે. મળતી માહિતી મુજબ, મોરબીના ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી નામના શખ્સને પોલીસે સીઆઈડી, ક્રાઈમ બ્રાન્ચ અને સીબીઆઈના બોગસ આઈકાર્ડ સાથે દબોચી લીધો હતો.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળેલા આ શખ્સની પૂછપરછ કરતાં તેના પાસેથી ચાર નકલી આઈકાર્ડ મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું કે આ આઈકાર્ડ કોઈ પણ સરકારી માન્યતા કે વેરીફિકેશન વિના તૈયાર કરાયેલા હતા.
રાવપુરા પોલીસે ખોટી ઓળખ બનાવી ઠગાઈ કરવાના આરોપસર તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં મોરબીના આ ભેજાબાજની ધરપકડ થતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે.











