GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપના અંદાજે ૧૭૦ કર્મયોગીઓની આરોગ્ય તપાસ કરાઈ

તા.૩૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટની સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોકટરો દ્વારા એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ રાજકોટના સી.આઈ.એસ.એફ. યુનિટ માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું.
આ આરોગ્ય કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આવશ્યક આરોગ્ય તપાસ પૂરી પાડવાનો અને સહભાગીઓમાં સુખાકારીને પ્રોત્સાહન આપવાનો હતો. હોસ્પિટલના અનુભવી ડોકટર્સ અને અન્ય તબીબી સ્ટાફની ટીમે સી.આઈ.એસ.એફ.ના ૧૭૦ જેટલા કર્મયોગીઓની ઊંચાઈ, વજન, રેન્ડમ બ્લડ સુગર લેવલ, બ્લડ પ્રેશર (BP), ઓક્સિજન લેવલ (SpO2) અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ(ECG)ના માપન સહિત સંપૂર્ણ તબીબી તપાસ હાથ ધરી હતી.
આ આરોગ્ય કેમ્પના અંતે એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી અમનદીપ સિરસ્વાએ સિનર્જી હોસ્પિટલના ડોકટર્સ અને ટીમને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કર્યા હતા.



