
તા.૦૮.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત સંજેલી તાલુકાના ૪૦૯૮ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લીધો લાભ
“ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત સંજેલી તાલુકાની માંડલી મુખ્ય શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ક્લસ્ટરમાં સમાવિષ્ટ કુલ-૧૫ ગામોના ૪૦૯૮ જેટલા લોકોએ વિવિધ યોજનાઓ જેવી કે આરોગ્ય વિભાગ, જન સેવા કેન્દ્ર, આઈસીડીએસ વિભાગ, ખેતીવાડી વિભાગ, આધારકાર્ડ, પશુપાલન વિભાગ, એમ જી વી સી એલ વિભાગ, આવક પ્રમાણપત્ર, જન્મ મરણના પ્રમાણપત્ર, બીપીએલ દાખલા, આકારણી, રહેઠાણ અંગેના દાખલા, ઓળખ પત્ર અંગેના દાખલા, લગ્ન નોંધણીના દાખલા, મનરેગા, સમાજ સુરક્ષા, સહિતના વિભાગોમાંથી વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ જિલ્લા પંચાયતના સદસ્યઓ , તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સભ્યઓ 




