MORBIMORBI CITY / TALUKO
MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા શકત શનાળા ઓમ શક્તિ ગ્રુપ સંચાલિત શક્તિ ગરબી મંડળમાં ભાગ લેનારી 51 કન્યાઓને ભેટ (લહાણી) આપવામાં આવી
MORBI: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા શકત શનાળા ઓમ શક્તિ ગ્રુપ સંચાલિત શક્તિ ગરબી મંડળમાં ભાગ લેનારી 51 કન્યાઓને ભેટ (લહાણી) આપવામાં આવી
મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા 9 ઑક્ટોબર, 2024 ના રોજ નવરાત્રિના પવિત્ર તહેવારને ઉજવવાના ભાગરૂપે, શક્ત શનાળા ગામ ખાતે યોજાતી ઓમ શક્તિ ગ્રુપ સંચાલિત શક્તિ ગરબી મંડળમાં ગરબીમાં ભાગ લેનારી 51 કન્યાઓને ભેટ (લહાણી) આપવામાં આવી હતી. આ ઉપક્રમે સંગઠને સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાનને પ્રોત્સાહિત કરવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.
આ પ્રસંગે સમિતિના સદસ્યોએ જણાવ્યું હતું કે, નારી શક્તિ અને તહેવારની મૂલ્યવાન પરંપરાનું જતન કરવામાં આ પ્રકારના કાર્યક્રમો મહત્વનો હિસ્સો છે.