GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રાજકોટ રેન્જ જેલ આઈજીની મોરબી સબજેલ અને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત

 

 

MORBI:રાજકોટ રેન્જ જેલ આઈજીની મોરબી સબજેલ અને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત

 

રાજકોટ રેન્જના જેલ આઈજી ગિરીશ પંડ્યા આજે મોરબી પહોંચ્યા હતા અને મોરબી સબજેલ તેમજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જેલની સુરક્ષા વ્યવસ્થા, કેદીઓની સુવિધા અને વ્યવસ્થાપન અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આઈજી ગિરીશ પંડ્યાએ સબજેલમાં જરૂરી સુધારા કરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. હાલમાં મોરબી સબજેલમાં અંદાજે ૫૦ ટકા કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે વિડિયો કોન્ફરન્સિંગ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં વધુમાં વધુ કેદીઓને વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં રજૂ કરી શકાય તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

તે ઉપરાંત મોરબીમાં જિલ્લા જેલનું નિર્માણ વહેલી તકે થાય તે માટે પણ પ્રયાસો ચાલી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જેલ વ્યવસ્થામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે દર મહિને જેલની મુલાકાત લેવામાં આવે તેવા નિર્દેશ પણ રેન્જ આઈજી દ્વારા આપવામાં આવ્યા છે.

સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે જેલની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સાથે સાથે નવી જિલ્લા જેલ બન્યા બાદ કેદીઓને રોજગારી મળે અને તેઓ પુનઃસમાજમાં સરળતાથી જોડાઈ શકે તે માટે ઔદ્યોગિક વિભાગ શરૂ કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે.મુલાકાત દરમિયાન જેલ તથા પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!