સંગઠિત બનો, સુરક્ષિત બનો.હિંમતવાન બનો, શૂરવીર બનો. આલેખન:- દિનેશભાઈ વડસોલા
સંગઠિત બનો, સુરક્ષિત બનો.હિંમતવાન બનો, શૂરવીર બનો. – આલેખન:- દિનેશભાઈ વડસોલા
એક સમયે સમગ્ર દુનિયામાં હિંદુઓની સંખ્યા સૌથી વધુ હતી. વર્ષોથી હિંદુઓનું ધર્મપરિવર્તન થતું આવ્યું છે. સૌથી વધુ ધર્મપરિવર્તન મોગલોના સમયમાં થયું છે. આજે પણ મુસ્લિમ લોકોમાં હિંદુઓની અટકો જોવા મળે છે. ત્યારબાદ ખ્રિસ્તી મિશનરીઓએ સેવાના નામે વટાળ પ્રવૃત્તિઓ કરી અને ઘણા લોકોનું ધર્મપરિવર્તન કરાવ્યું. એ જ રીતે લાખો લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. પરિણામે આજે દુનિયામાં હિંદુઓની વસ્તી ત્રીજા નંબરે આવી ગઈ છે. સૌથી વધુ ખ્રિસ્તી, બીજા નંબરે મુસ્લિમ અને ત્રીજા નંબરે હિંદુ આવી ગયા છે. અને આજે પણ હિંદુઓનું ધર્મપરિવર્તન થઈ રહ્યું છે.
ભૂતકાળમાં ડરાવી, ધમકાવી, કત્લેઆમ ચલાવી મોગલોએ હિંદુઓને મુસ્લિમ બનાવ્યા. અત્યારે પણ પહેલગામની દર્દનાક ઘટનામાં નિર્દોષ હિંદુઓ જ ભોગ બન્યા. આ દુઃખદ ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં, પશ્ચિમ બંગાળ, કેરલ, કર્ણાટક જેવા રાજ્યોમાં હિંદુઓ હિંસાનો ભોગ બની રહ્યા છે.
હાથ મેં લાલ કંગન પહેન બગલ મેં પ્રીતમ કો સુલાઈ હૈ,
ઇન્સાનિયત કા તો પતા નહિ હિંદુ હોને કી કિંમત ચુકાઈ હૈ.
હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે ત્યારે *સૌ હિંદુઓએ સુરક્ષિત રહેવા માટે સંગઠિત બનવાની, હિંમતવાન અને શૂરવીર બનવાની* અતિ આવશ્યકતા છે. હિંદુઓ હંમેશા અહિંસક રહ્યા છે. એના કારણે જ એમને આટલી મોટી કિંમત ચૂકવવી પડી છે. હવે સ્વામી
સચ્ચિદાનંદજીના શબ્દો *વિરતા પરમો ધર્મ* ને સાર્થક કરવાનો સમય આવી ગયો છે. હિંદુઓએ જ્ઞાતિ, જાતિ તેમજ જુદાં-જુદાં સંપ્રદાયોના વાડામાંથી બહાર આવી *એકતા પરમો ધર્મ* ના મંત્રને અપનાવવો પડશે.
આજે હિંદુઓના બાળકો, યુવાનો એમને મળતી સુખ-સુવિધાઓ, સગવડોના કારણે, સંઘર્ષ વગરના જીવનના કારણે શક્તિહીન થતા જાય છે, ડરપોક થતા જાય છે. ઘણી વખત આપણે એવાં દ્રશ્યો જોયા છે કે *બજારમાં, જાહેર જગ્યામાં કોઈ મવાલી, કોઈ આવારાતત્ત્વ લૂખ્ખાગીરી, ગુંડાગીરી કરતા હોય, કોઈને હેરાન-પરેશાન કરતા હોય તોય કોઈ પ્રતિકાર નથી કરતા અને ત્યાંથી પલાયન થઈ જાય છે અથવા ઊભા-ઊભા જોતા હોય છે. હમણાં જ પહેલગામ (કશ્મીર)માં બનેલી ઘટના કે જેમાં આતંકીઓ કલમા પઢવાનું કહે છે ત્યારે એવું કહી શકાય કે ભાઈ અમને અમારા ધર્મનો એક શ્લોક પણ નથી આવડતો અને તું કલમા પઢવાની વાત કરેશ ? ત્યારે હિંદુઓના દીકરા-દીકરીઓને હિંદુ ધર્મનું જ્ઞાન આપવું અત્યંત જરૂરી છે. આજની પેઢીને હિંમતવાન, શક્તિશાળી, બળવાન, નીડર બનાવવી ખૂબ જ જરૂરી છે. આ બધા ગુણો પ્રાપ્ત કરવા બાળકોને, યુવાનોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં મોકલવા જોઈએ. સંઘની શાખાઓમાં જવાથી સંઘભાવના, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા, રાષ્ટ્રભક્તિ જેવા ગુણો અવશ્ય ખીલશે. સંઘની શાખાઓમાં જવાથી મનોબળ મજબૂત થશે, મન મક્કમ થશે, બાળકો-યુવાનો નીડર બનશે, બહાદુર બનશે. વિપરીત પરિસ્થિતિમાં પણ સ્થિરતા અને ધીરતા રાખી વિષમ પરિસ્થિતિનો પ્રતિકાર ચોક્કસ કરી શકશે. સંઘની શાખાઓમાં જવાથી બાળકો, યુવાનો સનાતન હિંદુ ધર્મનું પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે.
સંગઠન ગઢે ચલો, સુપંથ પર બઢે ચલો,
ભલા હો જીસમે દેશ કા વો કામ સબ કે લિયે ચલે ચલો.
આ રહી હૈ આજ ચારો ઔર સે યહી પુકાર,*
હમ કરેંગે ત્યાગ માતૃભૂમિ કે લિયે અપાર.
આજે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ, સો વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સૌ માતા-પિતાઓને વિનમ્ર અપીલ છે કે, *પોતાનાં બાળકોને ક્રિકેટ, ફિલ્મ અને ગેમઝોનની દુનિયામાંથી બહાર કાઢી સંઘની શાખાઓમાં મોકલે, એ આજના સમયની માંગ છે.
मजबूत इरादे लक्ष्य तक पहुंचाते
जब होते मजबूत इरादे तब क्या देखें दिन और रातें,
जुनून सफलता का जब चढ़ता भूल जाते हैं बातें।
दिन रात कुछ नहीं दिखता बस लक्ष्य ही नजर आता है,
कैसा भी हो विकट समय पर बाधा नहीं बन पाता है।
नमस्ते सदा वत्सले मातृभूमे
त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम् ।
महामंगले पुण्यभूमे त्वदर्थे
पतत्वेष कायो नमस्ते नमस्ते ॥