MORBI:યુદ્ધની આપતાકાલીન સ્થિતિમાં મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રૂપ લોકોને મદદરૂપ થવા ખડેપગે રહેશે
MORBI:યુદ્ધની આપતાકાલીન સ્થિતિમાં મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રૂપ લોકોને મદદરૂપ થવા ખડેપગે રહેશે
યંગ ઇન્ડિયા ગ્રુપના 1 હજાર યુવાનો તંત્રની ગાઈડલાઈન મુજબ સંભવિત યુદ્ધના અસરગ્રસ્તોને મદદરૂપ થશે
મોરબી :દેશની સરહદ પર હાલ પરિસ્થિતિ વણસી હોય અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા હોય ત્યારે મોરબી જિલ્લો બોર્ડર નજીક આવેલો હોય અને જો ભારત પાક વચ્ચે યુદ્ધ થાયને પરિસ્થિતિ વિપરીત બને તો લોકોની જાનમાલની રક્ષા માટે વહીવટી તંત્રની સાથે મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રૂપ આગળ આવ્યું છે. સંભવિત યુદ્ધ જેવી આપતીજનક પરિસ્થિતિમાં તંત્રની ગાઈડલાઈન મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપના ગૃપના 1 હજાર યુવાનો લોકોને મેડિકલ સેવા,ભોજન ફૂડ પેકેટ સહિત તમામ રીતે મદદરૂપ થવાનું જાહેર કર્યું છે.
મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રૂપ વર્ષોથી હર હમેશ રાષ્ટ્ હિતના કાર્યો કરે છે. દેશસેવાને વરેલું યંગ ઇન્ડિયા ગ્રૂપ હાલની યુદ્ધ જેવી પરિસ્થિતિમાં મોરબીવાસીઓને તમામ રીતે મદદરૂપ થવા મેદાને આવ્યું છે અને હાલ દેશની સરહદે ભારત અને પાક વચ્ચે ગંભીર સ્થિતિ હોય આવા કપરા સંજોગો કદાચ યુદ્ધની પરિસ્થિતિ આવી પડે તો રાહત અને બચાવ કાર્ય કરશે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના સંસ્થાપક ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રહિત માટે કામ કરવાનો સમય આવી ગયો છે આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાન સાથે ચાલતા ઘર્ષણ વચ્ચે આપણા સૈનિકો દેશનુ રક્ષણ કરી રહીયા છે હવે મા ભોમ ને આપણી જરૂર છે ત્યારે સૌ સાથે મળીને દેશ સેવા કરી શકીએ તો એ આપણું સૌભાગ્ય કહેવાય કોઈ પણ અસામાન્ય સ્થિતિ સર્જાય તો તેવા સમયે નાગરિક તરીકેનો ધર્મ તો આપણે કમસેકમ નિભાવવો જ જોઈએ આ હેતુ સાથે વર્તમાન ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપે 1 હજાર યુવક યુવતીઓને લોકોને મદદરૂપ થવા તૈયાર કર્યા છે અને આ યુવાનોના ગ્રૂપ પાડી વહીવટી તંત્રની ગાઈડલાઈન મુજબ લોકોને મદદરૂપ થશે. તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં બ્લેક આઉટ સહિતના સરકારના નિયમોની અમલવારી અને યુદ્ધમાં શુ શુ કરવું તે અને લોકોને જાગૃત કરશે.આ ઉપરાંત યુદ્ધમાં જરૂર પડતી લોહીની જરૂરિયાત પૂરી પાડી મેડિકલ સેવા પણ આપશે. તેમજ અસરગ્રસ્તોને પૌષ્ટિક ભોજન અને ફૂડ પેકેટ પહોંચાડશે. આ દરેક કર્યો તંત્રની સાથે રહી અને સરકારની ગાઈડલાઈન મુજબ લોકોને તમામ રીતે મદદરૂપ થવાનું જણાવ્યું હતું.