GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિતે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

 

MORBI:સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિતે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

 

 

સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિતે મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ ૩૧/૧૦/૨૦૨૫, ગુરુવારના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.ભારતના એકતા અને અખંડિતતાના પ્રતીક, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કરવા અને તેમના વિચારોને યુવાનો સુધી પહોંચાડવા હેતુસર આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે ૯:૦૦ વાગ્યે નવા બસ સ્ટેન્ડ સામે સ્થિત સરદાર પટેલજીની પ્રતિમાને ફૂલહાર માળા અર્પણ કાર્યક્રમ યોજાશે.તે બાદ શક્તિ ચોક ખાતે 9.30 વાગ્યે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મોરબી શહેરની તમામ શાળાઓના ધોરણ ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. દરેક શાળામાંથી ૪ વિદ્યાર્થીઓની એક ટીમ ભાગ લઈ શકે છે.

સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને રૂ. ૨૫૦૦/-ની વિજેતા રકમ પુરસ્કારરૂપે આપવામાં આવશે.રસ ધરાવતી શાળાઓએ સ્પર્ધામાં નોંધણી માટે મોરબી મહાનગરપાલિકાની રમતગમત શાખાના ફોન નંબર ૭૭૭૮૮૦૪૫૬૮ પર સંપર્ક કરવો રહેશે.

Back to top button
error: Content is protected !!