GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સરકાર દ્વારા રવિ સીઝન – ૨૦૨૫-૨૬ માં ઘઉંની પ્રતિ ક્વી. ૨,૪૨૬ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે

MORBI: સરકાર દ્વારા રવિ સીઝન – ૨૦૨૫-૨૬ માં ઘઉંની પ્રતિ ક્વી. ૨,૪૨૬ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે

 

 

ઈચ્છુક ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE મારફત નોંધણી કરાવી શકશે; તમામ સાધનિક કાગળો સાથે રાખવા જરૂરી

ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. જેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે નોંધણી કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતોને આનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગે એટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનો સહી સિક્કા સાથેનો દાખલો. ખેડુતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડુતોનું SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડુતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રીક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામા આવશે જેની નોંધ લેશો.
નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ /કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે કારણ કે ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તમને જાણ નહી કરવામાં આવે. આ બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરી શકાશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મોરબીના નાયબ જિલ્લા મેનેજરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!