GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી”સીરામીક કોન્ક્લેવ ફોર વિકસિત ભારત – ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” સીરામીક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન

 

 

MORBI: મોરબી”સીરામીક કોન્ક્લેવ ફોર વિકસિત ભારત – ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” સીરામીક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન

 

સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા મંત્રીશ્રી ગોયલ રાજકોટ તા.૧૩ જાન્યુઆરી – કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં એક્ઝિબિશન ડોમ ખાતે સિરામિક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા.


મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સીરામીક ઉદ્યોગની તાકાત તેની વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા છે ત્યારે સીરામીક ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોરબી ખાતે ધમધમતા સીરામીકના 800 પ્લાન્ટ માટે સરકાર ઉચ્ચકક્ષાની લેબોરેટરી સ્થાપવા માટે સક્રિયપણે વિચારી રહી છે. વૈશ્વિક બજારમાં ઊભી થયેલી સિરામિક ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે સીરામીક ઉદ્યોગે સતત અને સખત સંશોધનો પર વિશેષ ભાર મૂકવો પડશે. ઉચ્ચ કક્ષાના ગુણવત્તા નિયમન પ્રત્યે સીરામીક ઉદ્યોગોએ આંખ આડા કાન કરવા નહીં ચાલે. વૈશ્વિક કક્ષાની સ્પર્ધા સિરામિક ઉદ્યોગને વધુ સક્ષમ બનાવશે, ” વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત સૌરાષ્ટ્ર”ની શરૂઆત “વિકસિત મોરબી” થી કરવા માટે બધા કટિબદ્ધ બનીએ, તેઓ અનુરોધ મંત્રીશ્રી ગોયલે ઉપસ્થિતોને કર્યો હતો


આ સેમિનારમાં રાજ્ય સરકાર અને મોરબીના સિરામિક ઉદ્યોગો વચ્ચે રૂપિયા 1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા શ્રી જયરામ ગામીત, ઉદ્યોગ સચિવ શ્રી મમતા વર્મા અને મોરબી સીરામીક ઉદ્યોગના અગ્રણીઓ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!