વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સમગ્ર દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજના લોકોમાં અનેરું મહાત્મય ધરાવતા ચીખલી થાલામાં આવેલા ખાનકાહે કાદરિયા સત્તારિયા ખાતે મેહફુઝ બાગના સ્થાપક પીરઝાદા મેહફુઝઅલી બાબા કાદરીનો ઉર્સ મુબારક શરીફ પીરે તરીકત સૈયદ અબરાર એહમદ કાદરીની સદારતમાં પુરા અકીદત અને મોહબ્બતથી ઉજવવામાં આવ્યો હતો.જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ગામેગામમાંથી મુસ્લિમ સમાજના આગેવાનો અને મુરીદોનો સમૂહ ઉમટી પડ્યો હતો.ખાનકાહમાં ખતમ શરીફ અને પરચમ કુશાઇ તેમજ રાતેબે રિફાઈનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.દભાડ મહોલ્લાથી સૈયદ અબરાર બાબાની આગેવાનીમાં ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.જે વિવિધ સ્થળોએ ફરી મેહફુઝ બાગ પહોંચ્યું હતું.ખેરગામ મુસ્લિમ અગ્રણી જમીરભાઈ શેખ,અઝીઝભાઈ ક્વોરીવાળા,ઇકબાલભાઈ શેખ સહિતના આગેવાનોએ પીર અબરાર સાહેબ અને નકીબ બાબાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.ત્યારબાદ દરગાહ ઉપર સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું,અબરાર બાબાએ દેશ અને દુનિયામાં શાંતિ બની રહે તે માટે દુઆ કરી આ અવસરમાં સહયોગ આપના તમામ મુરીદો અને મુસ્લિમ બિરદારોનો આભર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે સૈયદ અકિલબાબાના માર્ગદર્શન હેઠળ યુવાનોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.