GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:જિલ્લા પંચાયત -મોરબી આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો 

MORBI:જિલ્લા પંચાયત -મોરબી આયોજિત
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

 

 

મોરબી જિલ્લાના માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ સાહેબ પ્રેરિત અને આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેડમશ્રી નમ્રતા મેડમના માર્ગદર્શન હેઠળ એલ.ઈ.કોલેજ મોરબીના સેમીનાર હોલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો. જેમાં N.M.M.S અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં ટોપર આવેલ અલગ અલગ શાળાના કુલ 60 વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ સાથે ભાગ લીધો હતો. જેમાં NTSE,પ્રતિભા/પ્રખરતા શોધ પરીક્ષા, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ બાબતે અનુક્રમે જે તે પરીક્ષા વિશે શ્રી મનનભાઈ બુદ્ધદેવ(સ્કૂલ ઇન્સ્પેક્ટર), શ્રી વિશાલભાઈ સાણંદિયા(મ.શિ.જવાહર પ્રા.શાળા), શ્રી કમલેશભાઈ દલસાણિયા, શ્રી હિરેનભાઇ રૈયાણીએ PPT સાથે સમજ આપી હતી. અંતમાં મોરબીના બાળરોગ નિષ્ણાત અને પ્રખર વક્તા તથા સાહિત્યકાર ડૉ.સતીશ પટેલ સાહેબે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.


આ કાર્યક્રમમાં પાંચેય તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ તથા બી.આર.સી કોર્ડિનેટર્સ સાહેબો તથા એલ.ઈ. કોલેજના પ્રોફેસર્સ સંતોકીસર અને આયલાણી સરની પ્રેરક ઉપસ્થિતિ હતી. તથા જિલ્લા લીગલ ઑફિસરે સંજયભાઈ નારોલાસરે હાજરી આપી હતી. આખા સેમીનારનું કૉઓર્ડિનેશન મોરબીના બી.આર.સી.કૉ.ઑર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા સાહેબે કર્યુ હતું. સમયસર ચાલું થયેલો કાર્યક્રમ સમયસર પુરો થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા શાળા નંબર ૧ ના કૉઑર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયાએ કર્યું હતું તથા અંતમાં રામકૃષ્ણ સી.આર.સી.કૉઑર્ડિનેટરશ્રી ઉમેશ પટેલે સૌનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સી. આર. સી. ચેતનભાઈ જાકાસણીયા , ઉમેશભાઈ પટેલ. ધર્મેન્દ્રભાઈ રંગપડીયા ,શૈલશભાઈ કાલરીયા ,મહાવીરસિંહ જાડેજા, રમેશભાઈ હુંબલ, ભરતભાઇ મોઢવાડીયા એ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!