GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો નવતર પ્રયોગ
MORBI:મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો નવતર પ્રયોગ
આજે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાનો પ્રથમ દિવસ નવયુગના તમામ યુનિટમાં અલગ અંદાજથી ઉજવવામાં આવેલ.
વિદ્યાર્થીઓનું સ્વાગત એર કેરેકટરે અભિવાદન જીલી, હાથ મિલાવી ને કર્યું. ઘોડા ગાડી દ્વારા સફર કરાવતા તેમને પ્રવેશ દ્વાર સુધી પહોંચાડ્યા, તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બનાવેલ સ્વંમિંગ પુલમાં પાણીના ફુવારા અને રાઈડ્સ દ્વારા મોજ માણી હતી.આપણી પરંપરાને કેમ ભુલાય દરેક વિદ્યાર્થીઓનું કંકુ તિલક, ગોળ, ધાણા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓએ પોતે આજે માં સરસ્વતીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી પ્રથમ દિવસથી શરૂ થતાં નવુ વર્ષ મંગલમય રહે તેવી અભિલાષા વ્યકત કરી.








